મોરબી અપડેટમાં અહેવાલ પ્રસારિત થતા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ પુલની ખરાબ હાલત યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી મોરબી : માળીયા તાલુકાના મોટાભેલા અને ચમનપરને જોડતો પુલ પાંચ મહિનામા જ ખખડધજ થઈ ગયો છે. આ પુલને નવો બન્યાને હજી પાંચ મહિના જેટલો સમય થયો છે.ત્યાંજ પુલ પર લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા છે. આ મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રગટ થતાં રાજ્ય મંત્રીએ આ કામનું યોગ્ય તપાસ કરવાના આદેશ આપ્યા છે. માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા અને ચમનપર ગામને જોડતો પુલ પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. આ પુલને નવો બન્યાને હજી પાંચ મહિના જેટલો સમય થયો છે.ત્યારે પુલ પર લોખંડના સળીયા બહાર નિકળી આવ્યા છે અને વચ્ચેના ભાગે રીતસરની તીરાડ પડી જતાં પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો હતો. આ મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આ પુલના કામની યોગ્ય તપાસના આદેશ આપ્યા છે અને આ કામ કરનાર જવાબદાર એજન્સી સામે સંબધિત વિભાગને ઘટતી કાર્યવાહી કરવાની તેઓએ કડક સૂચના આપી છે અને પુલના રોડની ખખડધજ હાલત મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..