મોરબી : મોરબી ૧૦૮ ની ટીમે અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને બચાવવાની સાથે-સાથે ભોગ બનનાર વ્યક્તિનું પાકિટ અને માતબર રકમનો ચેક પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જાણવા મળ્યા મુજબ થોડા દિવસ પૂર્વે માળિયા ફાટક નજીક અકસ્માતમાં ઘાયલ વાંકાનેરના જાવેદ વલીભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની પાસે એક બેગ હતી જેમાં બે લાખનો ચેક તથા રોકડ રકમ રહેલી હતી. આ બેગ મોરબી ૧૦૮ ટીમના પાયલોટ શક્તિસિહ ગોહિલ તથા મહેશભાઈ એમ.રાઠોડએ તેમના મિત્ર મોસીનભાઈને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.