પોલીસે જાલી ગામ નજીકથી વોડકાનો જથ્થો ભરેલી કાર આંતરી વાંકાનેર : વાકનેર પોલીસે થાન જવાના રસ્તે જાલી ગામ નજીકથી ઓરેન્જ અને એપલ ફ્લેવર વોડકા ભરેલી સ્વીફ્ટ કારને આંતરી લીધી હતી. જો કે પોલીસને જોઈ કાર ચાલક પોબારા ભણી જતા પોલીસે કારના નંબરને આધારે દારૂની હેરફેર કરનાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેશન પાસે પોલીસે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ જસ્ટેર ઓરેંજ ફ્લેવર વોડકાની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૭૨ કીરૂ ૨૧૬૦૦ તથા જસ્ટેર ગ્રીન એપલ પ્રીમીયમ વોડકા ની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૪૮ કિંમત રૂ.૧૪૪૦૦ સાથે સ્વીફટ ગાડી નંબર- જી.જે ૨૭ એ.એ ૦૨૧૧ કી.રૂ.૨૦૦,૦૦૦ વાળી કબજે કરી કુલ રૂપીયા ૨,૩૬૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો મળવા મામલે પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળા ફરિયાદી બની સ્વીફ્ટ ગાડી નંબર-જી.જે ૨૭ એ.એ ૦૨૧૧ના ચાલક (ડ્રાઈવર) વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે ઉપરાંત પકડાયેલ દારૂના જથ્થામાં બેચ નંમ્બર લખેલા ન હોય વધારાની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે.