નર્મદાની મુખ્ય કેનાલ અને પૌરાણિક મંદિરથી 200 મીટરની અંદર બ્લાસ્ટિંગથી નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ: લીઝ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માંગ, નહીં તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકીહળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામમાં ગૌચરની જમીન પર મંજૂર થયેલી લીઝનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ઢવાણા ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા મોરબી ભૂસ્તર શાસ્ત્રીની કચેરીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ઢવાણા ગામના સર્વે નંબર 608 પૈકીની અંદાજે 25-45-50 હેક્ટર સરકારી ગૌચર જમીન આવેલી છે. આ જમીનમાંથી અગાઉ 18-2-2022 ના રોજ 7-90-00 ચોરસ મીટર જમીન અનિલકુમાર જમનાદાસ ઠક્કરના નામે અને 1-1-2013 ના રોજ 6-13-00 હેક્ટર જમીન પ્રીતિબેન અનિલકુમાર ઠક્કરના નામે લીઝ તરીકે મંજૂર કરવામાં આવી હતી. આ લીઝ અંગે ગામના લોકોને અગાઉ કોઈ જાણ ન હતી, પરંતુ તાજેતરમાં જ્યારે કચેરી તરફથી સ્થળ તપાસ અને માપણી માટે કર્મચારીઓ આવ્યા ત્યારે ગ્રામજનોને આ અંગેની માહિતી મળી હતી.ગેરકાયદેસર માઇનિંગ અને મંદિર-કેનાલને નુકસાનની ભીતિગ્રામજનોનો આક્ષેપ છે કે, હાલમાં જે જગ્યા પર લીઝના ખૂંટા મારવામાં આવ્યા છે, ત્યાં તાજેતરમાં જરૂરી પરવાનગી (E.C.) વગર જ ગેરકાયદેસર માઇનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જગ્યા ખરેખર ગૌચરની છે જે ક્ષત્રિય સમાજે ગૌવંશ માટે નિમ કરેલી છે. આ ઉપરાંત, આ જમીન પર ગામના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર સમાન એક પ્રાચીન પૌરાણિક મંદિર પણ આવેલું છે, જેને ગ્રામજનો મોટું બનાવવા માંગે છે.સૌથી ગંભીર બાબત એ છે કે, આ લીઝ હાલમાં જે જગ્યાએ મપાયેલ છે તે નર્મદા નિગમની મેઇન કેનાલ અને પૌરાણિક મંદિરથી માત્ર 200 મીટરની અંદરના એરિયામાં આવે છે. જો અહીં માઇનિંગ દરમિયાન હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવશે, તો નર્મદાની મુખ્ય કેનાલ અને મંદિરને મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.અન્ય સ્થળે લીઝ બદલવા માંગ અને ઉગ્ર આંદોલનની ચીમકીઢવાણા ગામના સરપંચ અને સમસ્ત ગ્રામજનોએ આવેદનપત્ર દ્વારા તંત્રને નમ્ર અરજી કરી છે કે આ લીઝને ગૌચર, કેનાલ અને મંદિરથી દૂર સર્વે નંબર 608 પૈકીના જ અન્ય કોઈ ભાગ પર ટ્રાન્સફર કરવામાં આવે જ્યાં લીઝ લાયક જગ્યા હોય. જો ગ્રામજનોની આ ન્યાયિક માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો સમસ્ત ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને આ લડત છેક ગાંધીનગર સુધી લઈ જશે જેની જવાબદારી તંત્રની રહેશે.#MorbiUpdate #HalvadNews #DevanaVillage #LeaseProtest #GaucharLand #IllegalMining #MorbiNews #PublicAgitation #NarmadaCanal #SaveGauchar