મોરબી : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળેલ હતી.જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિતલક્ષીના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી દીધેલ હતી.જેનો વિરોધ કરતા 'આપ'ના કાર્યકર્તાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.તેમજ મહિલાઓના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું હતું.જેનો આજરોજ 'આપ' દ્વારા મોરબીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળેલ હતી.જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષીના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી દીધેલ હતી.જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી ગયેલ હતા.સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જે દરમિયાન અનેક કોર્પોરેટરોને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું હતું.જે ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં પડદો પડી ગયો હતો.આ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો અને લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા.