બે દિવસીય એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ જવેલરીની વિશાળ રેન્જ : વર્ષો જુના જવેલર્સની ખાસ ડિઝાઈનો મોરબીવાસીઓના મન મોહી લેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે મનમોહક ડાયમંડ જવેલરી ખરીદવાનો અવસર ઘરઆંગણેથી મળવાનો છે. કારણ કે ભારતભરમાં પ્રખ્યાત ચારૂ જવેલર્સ મોરબીમાં તેનું એક્ઝિબિશન લઈને આવ્યું છે. આ એક્ઝિબિશન બે દિવસ માટે જ છે જે 21મીથી શરૂ થનાર છે. તો એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી. સુરતના પ્રખ્યાત ચારૂ જવેલર્સ દ્વારા મોરબીમાં શનાળા રોડ ઉપર હરભોલે બેન્કવેટ હોલ ખાતે તા.21ને રવિવારે તેમજ તા.22ને સોમવારે આમ બે દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ જવેલરીની વિશાળ રેન્જ હશે. રિંગ, ઈયરિંગ, પેન્ડન, નેકલેસ, બ્રેસલેટ, બેંગલ સહિતની જવેલરીમાં વિશાળ કલેકશન હશે. ઉપરાંત કોઈ પણ જવેલરીને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. ચારૂ જવેલર્સ સુરતના ખ્યાતનામ જવેલર્સ છે. તેઓ વર્ષ 1989 થી કાર્યરત છે. તેઓ જવેલરીને પોતે જ ડિઝાઇન કરી પોતે જ મેન્યુફેક્ચર કરે છે. તેઓનો પોતાનો આઉટલેટ પણ છે. ઉપરાંત તેઓ મુંબઈ, અમદાવાદ, રાજકોટ, પુના, દિલ્હી બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનનું આયોજન પણ કરે છે. અગાઉ પણ તેઓએ મોરબી ખાતે એક્ઝિબિશન યોજ્યા છે. જેમાં મોરબીવાસીઓને તેમની જવેલરી ખૂબ પસંદ આવી હતી. જેથી હવે 21મીથી તેઓ ફરી એક્ઝિબિશન લાવ્યા છે. જે માત્ર બે દિવસનું જ હોય અચૂકપણે એક્ઝિબિશનની મુલાકાત લેવા જણાવાયું છે. Mob. No.- 9879940081 Email- exhibition@charujewels.com Time- 10:30 am Onwards