મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને લિયો કલબ ઓફ મોરબી સfટી તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દાતા કેશુભાઈ દેત્રોજા (મેતાજી)નાં આર્થિક સહયોગથી પીપળીયા ચાર રસ્તા પાસે, જયદીપ કોમલેક્ષ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ તેમજ હાડકાના તમામ રોગોનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આશરે 110 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી આંખનાં મોતિયાનાં ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે સાંધાના દુઃખાવા કે હાડકાના ઓપરેશન માટે આયુષ હોસ્પિટલના સર્જન પાસે મોકલવામાં આવ્યા હતા.અતિ વરસાદનાં કારણે કેમ્પમાં પધારેલા તમામ દર્દીઓ માટે ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કેમ્પ સ્થળ ઉપર જ કરવામાં આવી હતી. આ કેમ્પની શરૂઆત સદગુરૂ દેવ રણછોડદાસજી બાપુની આરતી અને દીપ પ્રાગટ્ય કેમ્પના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા અને સર્વે લાયન મેમ્બર અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સેક્રેટરી ટી.સી. ફૂલતરિયા, ખજાનચી લા. મણિલાલ કાવર, લા. ધનજીભાઈ નાયકપરા, લા. મહાદેવભાઈ ચીખલિયા, લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા, લ. રશ્મિકાબેન રૂપાલા, લા. જયેશભાઈ સંઘાણી તેમજ લિયો સેક્રેટરી બંસી રૂપાલા, લિયો વાસુ તેમજ સર્વે લાયન મેમ્બરની સેવાને સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિતિ રહી સર્વેને અભિનંદન પાઠવી સેવાને બિરદાવી હતી. આભાર વિધિ કરતા પાસ્ટ પ્રેસિડેન્ટ લા. અમિતભાઈ સુરાણી દ્વારા આ કેમ્પનાં દાતા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસીડન્ટ કેશુભાઈ દેત્રોજા તેમજ વિનામૂલ્યે કેમ્પ માટે જગ્યા આપનાર જયદીપ કોર્પોરેશન વાળા જયુભા જાડેજાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.