મોરબીના જુના જાબુંડિયા પાછળ આવેલી સીરામીક ફેકટરીમાં બનેલો કરુણ બનાવ મોરબી : મોરબીના જુના જાબુંડિયા પાછળ આવેલી સીરામીક ફેકટરીમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં સીરામીક ફેકટરીના એરપ્રેસરના કંમ્પ્રેસરમાં અકસ્માત થવાથી ઓપરેટરનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ મોરબીના જુના જાબુંડિયા પાછળ આવેલ વિનટોપ વિકટ્રીફાઈટ સીરામીક ફેકટરીમાં ઓપરેટર તરીકે કામ કરતા અરબિન્દકુમાર દીનદયાળસિહ (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઈકાલે તા.૧૨ ના રોજ મોરબી જુના જાબુંડિયા વિન્ટોપ સીરામીક ફેકટરીમાં કામ કરતો હતો. અને આ સીરામીક ફેકટરીમાં ડી.જી રૂમમા ઓપરેટર તરીકે કામ કરતી વખતે રાત્રીના અઢી વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન આ ડી.જી રૂમમા આવેલ એરપ્રેસરના કંમ્પ્રેસરના અકસ્માત થતા તેને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ તાલુકા પી.એસ.આઇ. વી.કે.કોઠીયા ચલાવી રહ્યા છે.