એનોટોમી મ્યુઝિયમ, સ્કિલ લેબ, લેક્ચર થિયેટર, ફેકલ્ટી ચેમ્બર સહિતની અદ્યતન સુવિધાની કામગીરી પુરજોશમાં મોરબી : તમામ વાદ વિવાદના અંતે સરકારે મોરબીમાં હાલ તુરંત મેડીકલ કોલેજ ચાલુ થાય તેવા સકારાત્મક પ્રયાસો કર્યા છે. જેમાં જૂની જિલ્લા પંચાયત કચેરી જ્યાં હતી તે ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ ચાલુ કરવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને મેડિકલ કોલેજ માટે હાલ એનોટોમી મ્યુઝિયમ, સ્કિલ લેબ, લેક્ચર થિયેટર, ફેકલ્ટી ચેમ્બર સહિતની અદ્યતન સુવિધાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ માટે 4.50 કરોડના ખર્ચે નવી સુવિધાઓ વિકસાવામાં આવી છે. આ ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ આ વર્ષથી શરૂ થવાની શકયતા છે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. આ સ્કૂલમાં મેડીકલ કોલેજ માટે હાલ જરૂરી તમામ ફેરફાર કરી નવી મેડિકલ સુવિધાઓ વસાવવામાં આવી રહી છે. આ કામગીરી પીઆઇયું રાજકોટના એન્જિનિયર પરમાર, ડે.એક્ઝિક્યુટિવ એસ.જે નાથાણી, આસી. એન્જિનિયર વસૈયાની નિગરાની હેઠળ ચાલી રહી છે. હાલ યુદ્ધના ધોરણે રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણ માળની બિલ્ડીંગ બનાવીને અને ત્રીજા માળે અંદાજીત 1 કરોડના ખર્ચે લાઈબ્રેરી માટે ડોમ બનાવવામાં આવી રહી છે. લાઈબ્રેરીને નીચેથી સપોટ આપવા માટે લોખંડની એન્ગલ નાખવામાં આવી છે. આ જૂનું બિલ્ડીંગ હોય એનું સ્ટ્રક્ચર, પ્રોફલેક્ષ ડોમ સહિત મજબૂત બનાવવાની કામગીરી થઈ રહી છે. આ મેડિકલ કોલેજમાં લાઈબ્રેરી ઉપરાંત 30 ફેંકેલટી ચેમ્બર, ત્રણ લેબ. ડેમોટ્રેશન રૂમ, ડિસ્કસન રૂમ, એક સ્કિલ લેબ. એનોટોમી મ્યુઝિયમ, સ્કિલ લેબ, લેક્ચર થિયેટર સહિતની મોટાભાગના સુવિધા ઉભી કરવાના સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.