શહીદ સ્મારક ખાતે અભિનંદન સમારોહ યોજાયો મોરબી : ભારત સરકાર દ્વારા પહેલગામમાં થયેલ હિન્દુઓની હત્યાની જવાબી કાર્યવાહી સ્વરૂપે ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઈક કરી આંતકવાદીઓના 9 અડ્ડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ ઓપરેશન સિંદૂરની સફળતાની અંતર્ગત મોરબીમાં મિશન નવ ભારત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મિત્તલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરની સફળતા બદલ આર્મી, નેવી અને એરફોર્સને અભિનંદન. તેમજ અમે સતત આર્મીને પ્રોત્સાહન કરતા રહેશું. આ કાર્ય બદલ ખુબ ખુબ આભાર. મોરબી મિશન નવ ભારત કાર્યકર્તા અમૂલભાઈ નંદકિશોરભાઈ જોશીએ જણાવ્યું કે, મોરબી મિશન નવભારત સંગઠન દ્વારા પહેલગામ આતંકી હુમલા સંદર્ભેનો જવાબ ભારત સરકાર અને ભારત સેના દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે આજે અમે અહીં મોરબી શહિદ સ્મારક ખાતે અભિનંદન પાઠવવા એકત્રિત થયા છીએ. તેમને વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન જ્યારે આતંકીસ્તાન બની રહ્યું છે ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી જ આપવો જોઈએ. વધુમાં કહ્યું કે, દુશ્મનો ચેતી જજો આ યુવાનોનો દેશ છે અને ભારતીઓનો દેશ છે. ભારત સેના બધી રીતે સશક્ત છે. અમે સૌ નાગરિકો વતી ભારત સરકાર અને આર્મીને અભિનંદન પાઠવીએ છીએ. આ ઉપરાંત મોરબી જિલ્લા મિશન નવભારત ગ્રુપના યુવા પ્રમુખ આર્યન ચંદ્રકાન્તભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજ રોજ મિશન નવભારત ગૃપ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા ખાતે ભારતીય સેનાને અભિનંદન સંદેશ પાઠવવામાં આવે છે. કે જેમના દ્વારા 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો તેના વળતા જવાબમાં મોદી સાહેબ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવેલ કાર્યવાહી બદલ આર્મી, નેવી અને એરફોર્સનો ખુબ ખુબ આભાર. વાયુસેના દ્વારા અલગ અલગ 9 સ્થાનો પર મિસાઈલો છોડી આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા તે બદલ અભિનંદન. તેમજ લોહીનો જવાબ લોહીથી લેવાનો હોઈ જય હિન્દ.