મોરબી : મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને કૌશલ્ય બદ્ધ કરવા વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી)ની શરૂઆત કરવામાં આવી છે. મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન સેન્ટરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખુલ્લું મુકવામાં આવ્યું છે. અંબુજા સિમેન્ટ દ્વારા ભારતમાં 34 સેન્ટર અને ગુજરાતમાં 7 સેન્ટર કાર્યરત છે. હાલમાં મોરબીમાં વાર્ષિક 500 થી 700 તાલીમાર્થીઓને રૌજગારી પુરી પાડવાનું લક્ષ્યાંક રખાયો છે. મોરબી સેન્ટરમાં હાલમાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેક્નિશિયન બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ(કપ્યુટર કોર્ષ ) વાયરમેન કંટ્રોલ પેનલ જેવા કોર્સ ચાલી રહ્યા છે. સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને તાલીમની સાથે સાથે તાલીમ કિટ, યુનિફોર્મ, બેગ, તાલીમ શૂઝ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવી રહ્યું છે. તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થતાની સાથે જોબની પણ ખાતરી આપવામાં આવી રહી છે. સાથે સાથે રોજગાર લક્ષી પ્રવૃતિ ચાલી રહી છે. તાલીમાર્થીઓને જોબમાં આગળ વધવા માટે સોફ્ટસ્કીલનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. તાલીમાર્થીઓને નોકરીમાં મોકલ્યા પછી સંસ્થા દ્વારા બે વર્ષ સુધી તેમનું નોકરીમાં ધ્યાન આપવામાં આવે છે. જો તે તાલીમાર્થી નોકરીમાં ન ગયો હોય તો તેમને ફરીથી સંસ્થા દ્વારા નોકરી - રોજવારી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મોરબીમાં અંબુજા સેડી સંસ્થા દ્વારા બેરોજગારી દૂર થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.