રાહતભાવે ફટાકડા ખરીદીને ગૌસેવામાં સહભાગી બનવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીમાં ગૌ શાળાના લાભાર્થે 4 સ્થળે માધવ ફટાકડા સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાંથી શહેરીજનો રાહતભાવે ફટાકડા ખરીદીને ગૌ સેવામાં સહભાગી બની શકશે. સમસ્ત રવાપર ગામ સંચાલિત માધવ ગૌશાળાના લાભાર્થે બાપા સીતારામ ચોક, રવાપર કેનાલ ચોકડી, બોની પાર્કના નાકે ધરતી ટાવરની બાજુમાં અને ક્રિષ્ના સ્કૂલની બાજુમાં આ 4 સ્થળે માધવ ફટાકડા સ્ટોરનું આયોજન કરેલ છે. આ સ્ટોરમાંથી થયેલ આવક માધવ ગૌશાળામાં ગૌ સેવામાં વાપરવામાં આવશે. અહીંથી દિવાળી નિમિતે રાહત ભાવે ફટાકડા ખરીદી સેવાના ભાગીદાર બની શકાશે. આ 4 સ્થળે માધવ ફટાકડા સ્ટોર શરૂ બાપા સીતારામ ચોક રવાપર કેનાલ ચોકડી બોની પાર્કના નાકે ધરતી ટાવરની બાજુમાં ક્રિષ્ના સ્કૂલની બાજુમાં