મોરબીઃ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા આવતીકાલથી મોરબી શહેરની જનતાની સેવા માટે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લાયન્સ ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ આવતીકાલે તારીખ 5 માર્ચ ને શનિવારના રોજ થશે. ઉદ્ઘાટન સમારોહ સમર્પણ હોસ્પિટલ ખાતે બપોરે 4-30 કલાકે રાખવામાં આવ્યો છે. આ લાયન્સ ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન PMJF લાયન્સ વસંતભાઈ મોવલિયાના હસ્તે કરવામાં આવશે.