મોરબી : આજરોજ મોરબી ખાતે ટાટા એન્ટર પ્રાઇઝના ક્રોમાં સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. મોરબીના ખૂબ જ વ્યસ્ત ગણાતા શનાળા રોડ ખાતે ભક્તિ નગર સર્કલ પાસે ભોંયતળિયે 2 માળના બિલ્ડિંગમાં વિશાળ શ્રેણીમાં ઇલેકટ્રોનિક ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ક્રોમા સેન્ટરમાં ટાટા ગ્રૂપની વિશ્વસનીયતાને ધ્યાને લેતા પ્રજાજનોએ નિશ્ચિત થઈને મુક્ત મને ખરીદી કરી હતી. ટાટા ઓફીસિઅલ્સ દ્વારા જે વેચાણના આંક નક્કી કરવામાં આવ્યો હતો તેના કરતા પણ મોરબીના પ્રજાજનો દ્વારા વધુ ખરીદી કરી હોવાનું વેસ્ટર્ન રીજીયનના વડા ઋષભ બુચ તથા મોરબી હેડ જીતેન્દ્ર ગોસ્વામી અને સૌરાષ્ટ્ર હેડ અતુલ મોરજારિયા દ્વારા જણાવાયુ હતું અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વિશાળ શ્રેણીમાં ઉપકરણો ઉપલબ્ધ કરાવાય છે. શનાળા રોડ ક્રોમ સેન્ટરનું ઉદ્દઘાટન હોરાઇજન ડેવલોપર્સના ડાયરેક્ટ મિત મેનપરા દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમા સ્નેહીજનો કુટુંબીજનો તથા ટાટા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તબક્કે ચાર્ટ્ડ એન્જિનિયર અમૃત મેનપરા દ્વારા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવાયા હતા.