મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર એક શાળાની સામે બાજુ જ ખુલ્લો વોકળો હોય, અહીં કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર હાઇવે જવાના રસ્તે રાધેક્રિષ્ના સ્કૂલની સામે ખુલ્લો વોકળો છે. વોકળામાં પાળી છે પણ અમુક જગ્યાએથી આ વોકળો ખુલ્લો છે અહીં દરરોજ બાળકોની અવરજવર થતી હોય, તેવામાં કોઈ દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.