ખોખરા હનુમાન રોડ પર પોલીસની બીક વિના લૂંટફાટના બનાવો વધતા સ્થાનિકોમાં ભયનો માહોલમોરબી : તાલુકાના બેલા (રંગપર) ગામ નજીક આવેલા ખોખરા હનુમાન રોડ પર હાલમાં લુખ્ખા અને આવારા તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ જ ખોફ કે બીક ન હોય તેમ તેઓ ખુલ્લેઆમ ત્રાસ ગુજારી રહ્યા છે.આ રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકો માટે અહીંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. રસ્તા પર જતા-આવતા લોકો સાથે ચાલુ રસ્તે લૂંટના બનાવો વારંવાર બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.આ રસ્તા પરથી પસાર થતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.#Morbi #MorbiUpdate #BelaRangpar #KhokharaHanumanRoad #CrimeNews #MorbiPolice #GujaratPolice #LawAndOrder