વિજેતા સહિત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા: આસ્તાનાબેન સોહારવદીના અથાગ પ્રયત્નોને મહાનુભાવો અને નૃત્યપ્રેમીઓએ બિરદાવ્યાટંકારા: ટંકારા ખાતે યોજાયેલ 'ઓપન ટંકારા ડાન્સ કોમ્પિટિશન – 2026' ભારે ઉત્સાહ, ઉમંગ અને કલાત્મક અભિવ્યક્તિ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયું છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો, યુવાનો અને નૃત્યપ્રેમીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્પર્ધકોએ વિવિધ નૃત્ય શૈલીમાં પોતાની પ્રતિભાનું અદ્ભૂત પ્રદર્શન કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં આસ્તાનાબેન સોહરવદીનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું હતું. કાર્યક્રમની કલ્પનાથી લઈને આયોજન, સ્પર્ધકોનો સંપર્ક, વ્યવસ્થાપન, મહેમાનોનું સ્વાગત, નિર્ણાયકોની વ્યવસ્થા તેમજ સમગ્ર કાર્યક્રમના સંકલન સુધીની તમામ જવાબદારીઓ તેમણે નિષ્ઠા, સમર્પણ અને કુશળતાપૂર્વક નિભાવી હતી.તેમના અથાગ પરિશ્રમ અને દૃઢ સંકલ્પના પરિણામે કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રહ્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને નૃત્યપ્રેમીઓએ આસ્તાનાબેન સોહરવદીના કાર્યને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.સૌના સહકાર અને સંયુક્ત પ્રયત્નોથી ટંકારાને એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની ભેટ મળી હતી. આ પ્રસંગે આસ્તાનાબેને તમામ સ્પર્ધકો, વાલીઓ, નિર્ણાયકો, સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સર્જનાત્મક અને પ્રતિભા વિકાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નૃત્યના તાલ સાથે પ્રતિભાને મળેલી આ ઉડાન ટંકારાના સાંસ્કૃતિક જીવનમાં એક યાદગાર અધ્યાય બની રહેશે.#Tankara #DanceCompetition #TankaraNews #MorbiUpdate #CulturalEvent #DanceCompetition2026 #Morbi