મોરબીઃ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી તારીખ 4 ફેબ્રુઆરી, 2023ના રોજ કરવામાં આવ્યું છે. મોરબીના મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી માળિયા હાઇવે, નવા નાગડાવાસ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટુર્નામેન્ટમાં વધુમાં વધુ 8 ટીમોને રમાડવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી કરાવવાની રહેશે. ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને આકર્ષક ઈનામ આપવામાં આવશે. તો એન્ટ્રી માટે પ્રતિકભાઈ જોષી (મો.નં. 99781 02602) તથા આર્યનભાઈ ત્રિવેદી (મો.નં. 82381 38566) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.નં. 97279 86386)નો સંપર્ક કરવાનો રહેશે..