મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ઓનલાઇન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં 1 થી 3 ક્રમાંક આપવામાં આવ્યા હતા.તથા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓનલાઇન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કુલ 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં 5 થી 10 વર્ષના વયજૂથમાં પ્રથમ ક્રમાંકે સાનવી અંતાણી, દ્વિતીય ક્રમાંકે મહેતા પ્રિયાંશી,તૃતીય ક્રમાંકે દીપલ ભરવાની વિજેતા થયા હતા. આ ગ્રુપમાં વેદ કાંજિયા તેમજ સંઘાણી મોક્ષાને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતું. આ ઉપરાંત 11 થી 16 વર્ષના વયજૂથમાં પ્રથમ ક્રમાંક સેતા યશ્વી,દ્વિતીય ક્રમાંક ઝાલા એન્જલબા,તૃતીય ક્રમાંક જીવાણી અક્ષીતાએ મેળવેલ હતો.મુગ્ધા રાજસિંહ ઝાલા તેમજ રાવલ ધીમહિને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતું.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિરવભાઈ માનસેતાએ સેવા આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ,નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા,સેક્રેટરી મયુરીબેન કોટેચા,વાઇસ પ્રેસિડન્ટ નયનાબેન બારા,ટ્રેઝરર પુનમબેન હિરાણી,મનિષાબેન ગણાત્રા,ચેતનાબેન પાંચાલ,કવિતાબેન મોડાણી તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.