ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને એક થી ત્રીજા નંબરે રહેનાર વિજેતાઓને ટ્રોફી એનાયત થશે મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા ઓપન મોરબી ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ઉંમરના ગ્રુપને આધારે કોઈ પણ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકશે. તારીખ 27 જુલાઈને શનિવારે સવારે 08:00 વાગ્યે શરૂ થનાર આ ચેસ સ્પર્ધામાં 11 વર્ષ કે તેનાથી નીચેની ઉંમરનાનું ગ્રુપ, 14 વર્ષથી નીચેની ઉંમરનાનું ગ્રુપ અને 17 વર્ષથી નીચેની ઉંમરનાં વિદ્યાર્થીઓના ગ્રુપ રાખવામાં આવ્યા છે. ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માત્ર 100 રૂપિયા ભરીને વોટ્સએપ પર પોતાનું નામ નોંધાવી શકે છે. ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે 1 થી 3 નંબરના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. સ્પર્ધામાં નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2019 છે. નામ નોંધાવવા માટે મો.નં. 8401556312, 7573075065 અને 7573075020 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.