ટંકારા : ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા સ્થિત આંબેડકર હોલ ખાતે યોજાયેલી આ કોમ્પિટિશનમાં અનેક ડાન્સ રસિકોએ ભાગ લીધો હતો હિમસન આર્ટીસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઇ મહેતા, મંત્રી રામભાઈ મહેતા અને ટંકારાના પ્રમુખ કલાપ્રેમી પર્યાવરણ પ્રેમી આસ્તાના સોહરવદી તેમજ મોરબીના ઘનશ્યામસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાન્સ કોમ્પિટિશનમાં A-ગ્રુપ 4 થી 10 વર્ષ, B-ગ્રુપ 11 થી 20 વર્ષ અને C-ગ્રુપ 21 વરસથી ઉપરના ગ્રુપ પાડવામાં આવ્યા હતા. ભાગ લેનાર સ્પર્ધકોને સંસ્થા તરફથી શીલ્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં.ટંકારામાં સૌ પ્રથમ વખત કલાપ્રેમી અને ફેડરેશનના ટંકારા પ્રમુખ આસ્તાનાબેને સ્પર્ધાનું અનેરું આયોજન કર્યું હતું. આ તકે ટંકારા મામલતદાર પી. એન. ગોર, તાલુકા વિકાસ અધિકારી આઈ. એ. પરાસરા, ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડા, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી, નાસા સ્કૂલના વિજયભાઈ ભાડજા, ગ્રાહક સુરક્ષાના ગૌતમ વામજા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.