બાળ મજૂરી નાબુદી અભિયાન અંતર્ગત બાળ વિકાસ મંડળ દ્વારા આયોજન : બાળ કલાકારોને એવોર્ડ આપી નવાજવામાં આવશે મોરબી : મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કાલે તા. 19ના રોજ બાળ કલાકારો માટે ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે ટીવી-ફિલ્મના બાળ કલાકારોને એવોર્ડ આપવામાં આવશે. ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન છેલ્લા 14 વર્ષથી મોરબીમાં ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરે છે.ત્યારે આ વર્ષે પણ બાળ મજૂરી નાબુદી અભિયાન અંતર્ગત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ આવતીકાલે સવારે 10:00 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી,બેંક ઓફ બરોડાની સામે મોરબી ખાતે યોજાશે.કાર્યક્રમમાં ઓડિટોરિયમ તથા અન્ય વ્યવસ્થા યુવા આર્મી ગ્રુપ કરશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુકેશભાઈ પટેલ(પૂર્વ પ્રમુખ,વે.ફા.સીરા.)કરશે.આ ઉપરાંત ભાવેશ્વરી દેવી(રામધન આશ્રમ-મોરબી)ખાસ આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઘનશ્યામસિંહ એસ.ઝાલા (પ્રમુખ નારાયણ સેવા સંસ્થા- મોરબી,રાજકોટ)ના પ્રમુખ સ્થાને તેમજ મુખ્ય મહેમાનોમાં જે.જે.પરમાર(એન્જીનીયર સાહેબ જીઈબી),રઘુવીરસિંહ ઝાલા(પ્રમુખ રાજપૂત સમાજ), કિશોરભાઈ ભાલોડીયા (ઉદ્યોગપતિ),અલ્પેશભાઈ પટેલ(ચેરમેન મની પ્લસ શરાફી મંડળી),મનસુખભાઈ પટેલ(મની પ્લસ શરાફી મંડળી), નિલેશભાઈ જેતપરીયા(પ્રમુખ સીરામીક એસોસિએશન મોરબી), હંસરાજભાઈ ગામી(બિલ્ડર), દેવેનભાઇ રબારી(પ્રમુખ યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી), પારૂલબેન સોની(JVC ટ્રસ્ટ ગાંધીધામ),યોગેશભાઈ સોની (પ્રમુખ સોની અસોસિયેસન ગાંધીધામ),નિલેશભાઈ ભાલોડીયા(ઉદ્યોગપતિ), હિંમતભાઈ પટેલ(ઉદ્યોગપતિ), આ ઉપરાંત અતિથિ વિશેષ પદે શરદાભાઈ સંપટ,પિયુષભાઈ બોપલિયા,મહેશભાઈ ભટ્ટ ,ડો.લહેરૂ સાહેબ, વિજયભાઈ ભાડજા,ગિરધર કે.જોશી,ભરતભાઈ નિમાવત, જગદીશભાઈ કે.રાવલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાડશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..