ટૂંક સમયમાં ઓપેક સિરામિક ટાઇલ્સના મેન્યુફચરિંગ માટેનું તમામ રો-મટીરિયલ ઘર આંગણેથી જ પૂરું પાડશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિકનું પ્રખ્યાત સ્પેનિશ કંપની કલર્સ ઓલુચા ડેલ્ટા ગ્લાસ ગ્રુપ સાથે ટાઈ-અપ થયું છે. જેથી હવે ગુણવત્તાયુક્ત ઇન્ક સરળતાથી ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ઓપેક સિરામિક ટૂંક સમયમાં જ ટાઇલ્સના મેન્યુફચરિંગ માટેનું તમામ રો-મટીરિયલ ઘર આંગણેથી જ પૂરું પાડશે. મોરબીમાં ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. વધુમાં ઓપેક સિરામિક સમયની માંગ પ્રમાણે રિસર્ચ ઉપર પૂરતું ધ્યાન આપી નવી નવી પ્રોડક્ટ તૈયાર કરી સિરામિક ઉદ્યોગનું કોસ્ટીંગ નીચું લઈ જવાના પ્રયાસમાં કોઈ કચાશ છોડતું નથી. સિરામિકના વોલ ટાઇલ્સ અને જીવીટી ઉદ્યોગો માટે ઓપેક સિરામિક દ્વારા સ્પેનની પ્રખ્યાત કંપની કલર્સ ઓલુચા ડેલ્ટા ગ્લાસ ગ્રુપ સાથે ટાઈ અપ કર્યું છે. આ સ્પેનિશ કંપની 15 જેટલા દેશોમાં પોતાની ઇન્ક સહિતની પ્રોડક્ટ વેચે છે. આ જોઈન્ટ વેન્ચર બાદ હવે સ્પેનિશ કંપનીની ગુણવતા યુક્ત ઇન્ક, સ્પેશિયલ ઇફેક્ટ, મેટલિક ઇફેક્ટ અને ગ્રીટ સહિતની પ્રોડક્ટ મોરબીમાં જ ઉપલબ્ધ બની છે. આ ઇન્ક યુરોપમાં ત્યાંના ક્વોલિટી ટેસ્ટિંગ મુજબ તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત ત્યાં જે પણ નવી ડિઝાઇન કે ટેક્નિક આવે તે તુરંત મોરબીમાં પણ ઉપલબ્ધ બનશે. આ સાથે ગ્રાહકોને 24 કલાકનો સંપૂર્ણ સ્પોર્ટ પણ મળશે. અંદાજે પાંચેક વર્ષ આ ઇન્ક સ્પેનથી ઇમ્પોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ સ્પેનના ટેક્નિકલ નિષ્ણાંતોને બોલાવીને અહીં ઘર આંગણે જ આ તમામ પ્રોડક્ટનું મેન્યુફચરિંગ શરૂ કરવામાં આવશે. ઓપેક સિરામિક ઝીરકોનીયમની તમામ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ આકર્ષક કિંમતે આપી રહ્યું છે. હવે ટૂંક સમયમાં સિરામિક ટાઇલ્સના મેન્યુફચરિંગમાં વપરાતું તમામ રો મટીરીયલ અહીં ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી સિરામિક ફેકટરીઓને એક જ સ્થળેથી ગુણવત્તાયુક્ત રો મટીરીયલ શ્રેષ્ઠ કિંમતે મળી શકે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 9825070921, નિશાંત એમ. વોરા મો.નં. 9925040921, રીનલ પંચાલ મો.નં. 9313805632 તથા માર્કેટિંગ ટીમના ધવલ મો.નં. 79905 27035નો સંપર્ક કરવા જણાવાયું છે. ઇમેઇલ આઇડી : generalmanager.opaque@gmail.com