મોરબી : મોરબી જિલ્લામાં હજુ વરસાદી માહોલ જોઈએ તેવો જામ્યો નથી. માત્ર ઝાપટા વરસી રહ્યા છે. મોરબીમાં ગત રાત્રીના એક ઝાપટું આવ્યું હતું. જ્યારે વાંકાનેરમાં દિવસ દરમિયાન ઝરમર 10 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ, ભાવનગર અને અમરેલી સહિતના પંથકમાં સિઝનનો પ્રથમ વરસાદ જ જોરદાર રહ્યો હોય, હવે મોરબીવાસીઓ પણ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.