અડગ મનના માનવીને કદી હિમાલય પણ નથી નડતો તે કહેવતને સાર્થક કરનાર જીતેન્દ્રભાઈ જોષીને સફળ બિઝનેશમેન તરીકે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત મોરબી : 39 રૂ.ની બેન્ક બેલેન્સ સાથે ધંધાનો પ્રારંભ કરનાર ગ્લોબલ કોમ્યુનીકેશનવાળા જીતેન્દ્ર જોશી (જીતુભાઈ ) આજે ચાઈનામાં 8 કરોડના વાર્ષિક ટર્નઓવર સાથેનો એલઈડી પ્લાન્ટ ધરાવે છે.નજીકના દિવસોમાં તેઓ રાજકોટ પાસે 15 કરોડનું ટર્ન ઓવર ધરાવતો અને 10 હજાર સ્કેવર ફૂટમાં પથરાયેલો એલઈડી પ્રોડકટ પ્લાન્ટ સ્થાપીત કરવા જઈ રહયા છે.તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. ઇન્ડોર અને આઉટ ડોર ડીસ્પ્લે ,પડદા, ટ્રાન્સપેરેન્ટ ,એલઈડી ,વોલ્સ ,એલઈડી ડિસ્પ્લે કીયૉસ્ક ,એલઈડી સ્ક્રીન વેન્સ અને અન્ય કેટલાક ઉત્પાદનો ચીનમાં ઉત્પાદિત કરી ગલ્ફ, યુકે ,યુએસએ ,ભારત અને અન્ય એશીયન દેશોમાં નિકાસ કરી રહયા છે. તેઓ ચાઈનામાં જ 400 શહેરોમાં ગ્રાહકો ધરાવે છે.વાર્ષિક 8000 સ્કે.મીટર એલઈડીનું ગ્લોબલ કોમ્યુનિકેશન માત્ર ચાઈનામાં જ ઉત્પાદન કરે છે.તેવું જીતેન્દ્રભાઈ જોષીનું કહેવું છે. શૂન્યમાંથી સર્જન કરનાર જીતેન્દ્રભાઈ જોષી આંતર રાષ્ટ્રીય કક્ષાએ પહોચેંલા સફળ બિઝનેશમેન બન્યા છે. 39 વર્ષની ઉમર ધરાવતા આ બિઝનેશમેન 1987માં જન્મ્યા છે.1997 થી રાજકોટમાં ધંધાનો પાયો નાખનાર જીતુભાઇ (જાદુગર)ના હુલમણાં નામે જાણીતા બન્યા છે.એક સમયે રબ્બર સ્ટેમ્પની દુકાનમાં 1000 રૂ.ના પગારવાળી નોકરી કરતા જીતેન્દ્રભાઈ જોષીનો જન્મ 1978 માં મુંબઈ ના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.તેમનું શિક્ષણ મોરબીમાં પૂરું થયું હતું.3 ભાઈ -બહેનમાં તેઓ એક હતા. પરંતુ તેઓ પિતાના માનીતા હતા.જિંદગીના ચડાવઉતારના દિવસોમાં તેમને ચંદ્રિકા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો.ચંદ્રિકાએ ધો.12 પાસ કર્યા બાદ મેડિસીન્સનો કોર્ષ જોઈન કર્યો હતો.જીતેન્દ્ર જોષી બોર્ડની એક્ઝામમાં નાપાસ થયા અને 1994માં મુંબઈ ગયા જયા તેમણે ભારતીય વિધાપીઠમાં કોમ્પ્યુટર એન્જીનયરીંગનો ડિપ્લોમા કોર્ષ શરુ કર્યો હતો.પરંતુ તેઓ કોઈ દિવસ પોતાના ક્લાસ રેગ્યુલર એટેન્ડ કરી શકતા ન હતા. સહીવાળા રબ્બર સ્ટેમ્પ બનાવતી પરમા રબ્બર સ્ટેમ્પ કમ્પનીમાં 1000 રૂ.ના પગાર સાથે 3 મહિના કામ કર્યું.તેમના પરિવારજનોના વિરોધ વચ્ચે આ જ વર્ષે આર્યસમાજ વિધીથી તેમણે ચંદ્રિકા સાથે વિવાહ કર્યા.ત્યારે તેમની પાસે માત્ર 1100 રૂ.હતા જેમાંથી 600 રૂ.કિંમતની સાડી તેમણે પોતાની પત્નીને ભેટ આપી હતી.350 રૂ. લગ્ન અને અન્ય ખર્ચામાં વાપર્યા બાદ હાથમાં માત્ર 39 રૂ. વધ્યા હતા.પત્ની ચંદ્રિકાબેન મેડિકલ ઈન્ટર્નશીપ કરતા હતા અને સ્ટાઈપેન્ડ મેળવતા હતા. તેઓ જાણતા હતા કે આ સમયે જ તેઓએ ધંધામાં આગળ વધવાનું છે. ચંદ્રિકા તેમનું ભણતર પૂરું કરવા મુંબઈ પાછા ગયા અને તેઓએ કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી. નિયમીત રીતે કોલેજમાં ગયા વગર પણ તેમણે ડિપ્લોમા પૂરું કર્યું અને હિન્દુસ્તાન કોમ્પ્યુટર્સ લિમિટેડમાં માસિક 1500 રૂ.થી નોકરી મેળવી કોમ્પ્યુટરનો અનુભવ મેળવ્યો હતો. થોડા પૈસા હાથમાં આવતા રેડીમેઈડ ગારમેન્ટનો ધંધો શરૂ કર્યો પણ છ મહિનામાં જ તે બંધ કરવો પડ્યો.સાગા -વહાલા અને મિત્રોએ રેડીમેઇડની ખરીદી કરી પણ આ ધંધામાં ઉઘરાણી જ નહિ થતા ધંધો છોડી દીધો પરંતુ તેઓ નાસીપાસ થયા વગર આગળ વધતા રહયા.1998માં 1500 રૂ.ના માસીક ભાડાવાળી દુકાન રાખી કોમ્પ્યુટરનું એસ્મબલિંગ શરુ કર્યું હતુ. જેમાં 1 કોમ્પ્યુટરમાં 10 થી 15 હજાર રૂપિયાનો ફાયદો થયો હતો. કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ્સ મુંબઈથી લાવવામાં આવતા હતા.પરંતુ જયારે એસેમ્બલ્ડ કોમ્પ્યુટરની દુકાનો ઉપર એક્સાઈઝની રેઈડ પડી ત્યારે મોટું નુકસાન ગયું.ત્યારબાદ 3 લાખની બેંક લોન લઈને કોમ્પ્યુટર મીડિયા સર્વિસીસ શરૂ કરી જે રાજકોટમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી હતી.જોકે તેમણે વર્ષ 2003માં ગ્લોબલ કોમ્યુનિકેશન કોપરેશનની પ્રોપરાઈટરશીપથી શરૂઆત કરી હતી.આ સમયગાળામાં બાબા રામદેવની રાજકોટમાં યોજયેલી યોગા ઇવેન્ટમાં સંપર્કમાં આવ્યા બાદ તેમણે આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું અને 4 પ્રોજેકટથી આ ઇવેન્ટને દેશભરમાં લાઈવ કર્યો હતો.પછીથી તેમને બાબા રામદેવની દરેક ઇવેન્ટનું કામ મળ્યું ત્યારબાદ તેમને દરેક મોટા મોટા ઇવેન્ટનું કામ મળ્યું અને બખૂબીથી તેમણે દરેક ઇવેન્ટનું લાઈવ સ્ક્રીનિંગ કર્યું આ રીતે તેમણે મામુલી રકમથી શરૂ કરેલો આ વ્યવસાય પોતાની ખંત અને મહેનતથી ખૂબ જ વિકસિત કર્યો અને એક સફળ બિઝનેશમેન બન્યા છે. અને મુખ્યમંત્રીના હસ્તે તેમને સફળ બિઝનેસમેનનો એવોર્ડ પણ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જીતુભાઇના પિતરાઈ ભાઈ હરનિશ જોશી મોરબીમાં પત્રકાર ક્ષેત્રે જોડાયેલા છે. તેઓ સમાજીક ઉત્તરદાયિત્વની ભાવનાથી મોરબી યુવા જ્ઞાનોત્સવમા વિનામૂલ્યે એલઇડીની સેવા આપે છે.