પહેલા જાહેર યુરિનલ બનાવો, પછી દંડ ફટકારો તેવી લોકોની માંગ : મુખ્ય બજારમાં જ જાહેર શૌચાલયનો અભાવ, મહિલા માટે વીડંબણા જેવી સ્થિતિમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. 5 લાખની વસ્તી ધરાવતા મોરબી શહેરમાં માત્ર પાંચ જ જાહેર યુરિનલ આવેલા છે. જો મોરબીમાં બહારગામથી ખરીદી માટે આવતા નાગરિકો માટે મુખયબજારમાં ક્યાંય પણ યુરિનલ ન હોય લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે જેમાં મહિલાઓની હાલતતો અત્યંત કફોડી બનતી હોય મહાનગર પાલિકા પહેલા લોકોને સુવિધા બાદમાં દંડનો કોરડો વીંઝે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.મહાનગર મોરબી શહેરમાં હાલમાં પાંચ લાખની વસ્તી વચ્ચે શહેરમાં માત્રને માત્ર પાંચ જેટલા જ જાહેર શૌચાલય આવેલા હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને જિલ્લા મથક મોરબીમાં દરરોજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ખરીદી માટે તેમજ આરોગ્ય સારવાર માટે આવતા હોવાની સાથે મોટા પ્રમાણમાં અભ્યાસ માટે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આવતા હોય જાહેર યુરીનલોના અભાવે લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. જેમાં ખાસ કરીને મહિલાઓ માટે એક પણ સ્થળે અલાયદી વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મોરબી શહેરની મુખ્ય બજારમાં જ યુરિનલનો અભાવ છે. જેમાં નહેરુગેટ ચોકથી મહેન્દ્રડ્રાઇવ રોડ વચ્ચે અંદાજે 2 કિલોમીટરના રસ્તા ઉપર એક પણ યુરિનલ નથી/ આ જ રીતે ગાંધી ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધી, ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટમાં, નવાબસ સ્ટેન્ડથી શનાળા સુધીના જાહેર માર્ગ ઉપર, ગાંધી ચોકથી રવાપર રોડ બાપા સીતારામ ચોક સુધીમાં, નહેરુગેટથી જેઈલ ચોક સુધીના માર્ગ ઉપર, બાપા સીતારામ ચોકથી રવાપર ધુનડા રોડ અને એસપી રોડ સુધીમાં તેમજ વાવડી રોડ, પંચાસર રોડ, અયોધ્યાપુરી રોડ સહિતના મુખ્યમાર્ગ ઉપર યુરીનલોનો અભાવ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.મોરબી શહેરમાં આવેલ શૌચાલયનવા બસસ્ટેન્ડ પાસેત્રિકોણ બાગરેલવે સ્ટેશન રોડલખધીરવાસ ચોકસામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસેનગર દરવાજા પાસે મોરબીમાં બંધ હાલતમાં રહેલા યુરિનલ - રવાપર રોડ, તુલસી સ્ટેશનરી પાસે- શાકમાર્કેટ અંદર- સામાકાંઠે કુળદેવી પાન પાસેશાક માર્કેટનું યુરિનલ ચાર વર્ષથી બંધમોરબી શહેરમાં આવેલ એક માત્ર શાક માર્કેટમાં અંદાજે 500 જેટલા વેપારીઓ વેપાર કરે છે અહીં એક યુરિનલ છે. જો કે, આ યુરિનલ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે અને વેપાર રેઢો મૂકીને નહેરુ ગેટ અથવા ગાંધી ચોકમાં યુરિનલ કરવા જવું પડે છે. આ યુરિનલ ચાલુ કરવા અનેક રજૂઆત કરી પરંતુ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.પહેલા સુવિધા ઉભી કરો, પછી કાયદાનો અમલ કરો : ચેમ્બર પ્રમુખમોરબીમાં જાહેર યુરિનલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશન અને સ્વચ્છતા સહિતની કામગીરી કરવામાં આવે છે જે સારી બાબત છે પરંતુ જાહેરમાં યુરિનલ કરતા લોકોને દંડ કરી અને જાહેરમાં ફોટા મુક્ત પહેલા લોકો માટે પ્રાથમિક સુવિધા ઉભી કરવી આવશ્યક છે. પહેલા સુવિધા આપવી જોઈએ અને પછી કાયદો અમલ કરવો જોઈએ, મોરબી હવે જિલ્લાનું મુખ્ય મથક છે પરંતુ બજારમાં મહિલાઓ અને પુરુષો માટે પૂરતી યુરિનલની વ્યવસ્થા છે જ નહિ જે યોગ્ય બાબત નથી.પોર્ટેબલ યુરિનલ ઉભા કરવા જોઈએ : સામાજિક કાર્યકરમોરબીના સામાજિક કાર્યકર સતીષ કાનાબારે જણાવ્યું હતું કે શહેરમાં આવેલ અનેક શૌચાલય બંધ હાલતમાં છે અથવા તો ગંદકીથી ખદબદે છે. જેની યોગ્ય સફાઈ કરવી જોઈએ અને બજારમાં પોર્ટેબલ યુરિનલ ઉભા કરવા જોઈએ અને તે ન થાય ત્યાં સુધી જાહેર શોપીંગોમાં રહેલ યુરિનલ જાહેર લોકો માટે ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરી તેની સફાઈ મહાનગરપાલિકા દ્વારા કરવી જોઈએ અને તેની યાદી જાહેર કરવી જોઈએનવા યુરિનલો બનાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે : કમિશ્નરમોરબી શહેરમાં જાહેર યુરિનલ મામલે અવાર-નવાર સામાજિક કાર્યકરો અવાજ ઉઠાવી રહ્યા હોવા છતાં પૂરતા પ્રમાણમાં યુરીનલો બનાવવામાં આવતા નથી અને જે યુરિનલ હયાત છે તેમાં સફાઈનો અભાવ છે ત્યારે મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે શહેરમાં નવા શૌચાલય માટે કાર્યવાહી ચાલી રહી છે જુદી જુદી સંસ્થાઓનો સહયોગ લઈ શહેરમાં નવા શૌચાલય બનાવવામાં આવશે.