મોરબી : હાલ કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ઓનલાઈન સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશમાં હાલ ઓનલાઈન સદસ્યતા અભિયાનનો હાલ બીજો તબક્કો 5 થી 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ABVP મોરબી જિલ્લા દ્વારા પણ આં અંતર્ગત ઓનલાઈન સદસ્યતા અભિયાનમાં ઘણા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર હિત માટે વિધાર્થી પરિષદમાં જોડાય રહ્યાં છે. જો કોઈપણ વિધાર્થી ભાઈ બહેનો ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં જોડાવા ઇચ્છતા હોય તો આ લીંક http://Abvp.org/join પર રજીસ્ટ્રેશન કરી જોડાય શકે છે. વિધાર્થીઓ માટેના પ્રશ્નોની લડાઈ હોય કે રાષ્ટ્ર પૂનઃ નિર્માણના કાર્યમાં સહભાગી થાવ તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અપીલ કરેલ છે. વધુ વિગત માટે મો.નં. 83472 99946 અને 83069 14014 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate