મોરબી : તારીખ 19 જુલાઈના રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા દ્વારા ઓનલાઇન ફ્રોડ જાગૃતિ કાર્યક્રમ મોરબીના સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થાનો ટૂંકમાં પરિચય મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ મેહુલભાઈ ગાંભવા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ ટીમના પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ બાબરીયા, મનોજભાઈ લકુમ અને આકૃતિબેન પીઠવા તેમજ સંઘ અધિકારી લલીતભાઈ ભાલોડીયા, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંતના સચિવ અભયભાઈ શાહે ઉપસ્થિત રહીને લોકોને ઠગ માફિયાઓ દ્વારા આજના યુગમાં થતા ઓનલાઇન ફ્રોડ કઈ રીતે જુદા જુદા માધ્યમો દ્વારા (જેમ કે ઓડિયો-વિડીયો કોલ અને કોઈ ફાઈલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મોકલવી જેવા કે whatsapp instagram, telegram) કરવામાં આવે છે એ વિશે ઘણી માહિતી આપી અને લોક પ્રશ્નતરીના અધિકારી દ્વારા સહેલાઈથી સમજી શકાય તેવા પ્રત્યુતર પણ આપ્યા અને તેમાંથી બચવા માટે શું સાવચેતી રાખવી તેના વિશે પણ માહિતી આપી હતી. તેઓએ હેલ્પ લાઈન નંબર 1930 અને www. Cybercrime Gov.in વેબસાઈટ વિશે માહિતી આપી હતી અને આ માધ્યમથી સામાન્ય માણસ કઈ રીતે સાઈબર ફ્રોડના કેસમાં અરજી દાખલ કરી શકે છે તેની જાણકારી આપી હતી.