આગામી 24 જુલાઈ સુધી ખેડૂતો કરી શકશે અરજી: મોબાઈલ નંબરથી પ્રોફાઈલ રજીસ્ટ્રેશન ફરજિયાત, ડ્રો પદ્ધતિથી પસંદગી થશેમોરબી: મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ સરળતાથી ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નવું આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ચાલુ નાણાકીય વર્ષ 2026-27 અન્વયે ખેતીવાડી વિભાગની મહત્વાકાંક્ષી ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ (કપાસ ક્રાંતિ) યોજનાના નિદર્શન ઘટક હેઠળ આર્થિક સહાય મેળવવા ઈચ્છતા જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતો આગામી તા. 24-07-2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન ફરજિયાત અને ડ્રો પદ્ધતિથી પારદર્શક પસંદગીપોર્ટલ પર અરજી કરતા પૂર્વે ખેડૂતોએ પોતાના ચાલુ મોબાઈલ નંબરની મદદથી પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન (નોંધણી) કરવું ફરજિયાત રહેશે. આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજીઓ સ્વીકારવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, મોરબી જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અરજીઓનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (લોટરી) કરીને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી એક અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી અંતર્ગત નિયત થયેલા ભૌતિક લક્ષ્યાંકની મર્યાદામાં જ લાયક ખેડૂતોને પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.આ આકર્ષક યોજનાનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લાના તમામ કપાસ ઉત્પાદક ખેડૂતોને સમયસર ઓનલાઈન અરજી કરવા માટે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #IKhedutPortal #KapasKranti #FarmerScheme #AgricultureGujarat #CottonProductivity #OnlineApplication #FarmersOfMorbi