મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD અને ફોર વ્હિલ માટે GJ36AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૨/૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..