મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AN, તથા ફોર વ્હીલર માટે GJ36-AP, સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.08-08-2024થી શરૂ થનાર છે. તા.08-08-2024 થી તા.20-08-2024 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.20-08-2024 થી તા.22-08-2024 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા 22-08-2024ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહનના ઈ- ફોર્મ ઓક્શનના પરીણામ જાહેર થયેથી 2 દિવસમાં એ. આર. ટી. ઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.