વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઠિકરીયાળા પ્રાથમિક શાળામાં આચાર્ય મુકેશભાઈ સવસાણી દ્વારા વાલીઓને ઓનલાઇન એડમિશન લેવા માટેની સગવડ ઊભી કરવામાં આવેલ છે. તે માટે વાલીના વોટ્સએપ ગ્રુપમાં ગૂગલ ફોર્મની લીંક મોકલી ઓનલાઇન એડમિશન લેવા માટેની સૂચના આચાર્ય દ્વારા આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે કોરાનાની મહામારીમા તકેદારી રાખવાના ભાગરૂપે ઠિકરીયાળા પ્રાથમિક શાળા - મેસરીયા સીઆરસી કેન્દ્રમાં ઓનલાઇન એડમિશનની સગવડ ઊભી કરનાર પ્રથમ સ્કૂલ બનેલ છે. સાથે તમામ સ્ટાફ દ્વારા બાળકોને વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં હોમવર્ક, પરિવારનો માળોની પીડીએફ લિંક મોકલી આપવામાં આવે છે. આ કામગીરીમાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર રોજાસરા અતુલભાઇ તરફથી આચાર્ય તેમજ તમામ સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા છે.