ચેકની રકમ રૂપીયા 15.73 લાખ સાથે 20 ટકા મળી કુલ રૂ.18.87 લાખ ચૂકવવા હુકમમોરબી : મોરબીના વેપારીને આપેલો ચેક રીટર્ન થતા આ કેસમાં કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 15,73,238/-તથા ચેકની રકમના 20% રૂપીયા 3,14,647/- એમ કુલ મળી રૂપીયા 18,87,885/- વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સન સ્ટીલના ભાગીદાર દિપેનકુમાર રજનીકાંત લાડાણીએ આરોપી-દિપક રમેશભાઈ બદ્રકીયા તે એન.એન.એંટરપ્રાઈઝના પ્રોપરાઇટર, રહે-બ્લોક નંબર-36, ક્રિશ્ના પાર્ક સોસાયટી, શ્રી નંબર-3, મવડી ચોકડી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ વાળાની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-3985/2023 થી ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં દાખલ કરેલ હતી. જે કેસ ચાલી જતા આરોપી હાજર થયા બાદ પ્લી અને ફર્ધર સ્ટેટમેન્ટ લીધા બાદ પુરાવાના કામે હાજર રહેલા નહી અને જેથી ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયા ની ધારદાર દલીલ અને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-08-01-2025ના રોજ એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સી.વાય જાડેજા સાહેબે આરોપી-દિપક રમેશભાઈ બદ્રકીયા તે એન.એન.એટરપ્રાઈઝના પ્રોપરાઈટર ને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 15,73,238/- તથા ચેકની રકમના 20% રૂપીયા 3,14,647/- એમ કુલ મળી રૂપીયા 18,87,885/- વળતર પેટે ફરીયાદીને ચૂકવવા હુકમ ફરમાવેલ છે. અને નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી હાજર થયા બાદ પુરાવો લેવા હાજર ના રહેતા આરોપીઓ સામે લાલબતી સમાન ચુકાદો આપેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ ડી. વરીયા રોકાયેલા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.