મિરેકલ સિરામિક ફેકટરીમાં નાની બોરીઓ તોડી મોટી બોરી ભરતી વખતે બનેલી દુર્ઘટનાવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ મિરેકલ સિરામિક ફેકટરીના નાગમતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં બે દિવસ પૂર્વે શ્રમિકો સિરામિક પાવડર ભરેલી બેગ ખોલી મોટી બેગમાં પાવડર ભરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોરીનો થપ્પો નીચે પડતા અહીં કામ કરતા રક શ્રમિકનું વજનદાર બોરી નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ શ્રમિકો બોરી નીચે દટાઈ જતા ઇજાઓ પહોંચી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ મિરેકલ સીરામિક ફેકટરીમાં આવેલ નાગમતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ગત તા.25ના રોજ રાત્રીના સમયે સિરામિક બોરીઓ તોડી મોટી બોરી ભરવાનું કામ કરતી વેળાએ અચાનક જ નીચેની બોરી ખેંચવા જતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં મિરેકલ સિરામિક ફેકટરીમાં જ રહેતા મુકેશકુમાર શિવદત સંતવાર ઉ.37 નામનો યુવક બોરી નીચે દબાઈ જતા આ યુવકને બહાર કાઢવા જતા અન્ય બોરીઓ ઉપર પડતા શ્રમિક અજિતકુમાર વિરેન્દ્રકુમાર, કાળુભાઇ ભુરિયા અને લખન જાટવ નામના શ્રમિકો પણ બોરીઓ નીચે દબાઈ ગયા હતા.આ દુર્ઘટનામાં મુકેશકુમાર શિવદત સંતવાર ઉ.37નું મૃત્યુ નીપજયું હતું.જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.