મોરબી : મોરબીના લખધીરવાસ ચોક પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર નીકળેલા કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી, રહે. જેલ રોડ વણકર વાસ મોરબીવાળાના કબ્જામાંથી બ્લેક ઓરેન્જ વોડકાની બે બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપાઇ જતા પોલીસે રૂ.30 હજારના એક્ટિવા સહિત 31 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.