માળીયા : માળીયા મિયાણા પોલીસે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચા સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસે બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઇ સંધવાણી, ઉ.વ-૩૫, રહે. વાડા વિસ્તાર માળીયા વાળાને રૂપિયા 5000ની કિંમતના સીંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કાર્યવાહી પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.