મોરબી : મોરબી શહેરના લખધીરપુર રોડ ઉપર આવેલ પ્રગતિ એન્જીનીયરીંગમા વિદેશી દારૂ અને બિયરનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ રાજેશગીરી મેઘનાથી ઉ.22, રહે.ઘનશ્યામ ચેમ્બર્સ, મૂળ રહે.પંડવા, વેરાવળ, ગીર સોમનાથ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 8856 તેમજ બિયર ટીન નંગ 78 કિંમત રૂપિયા 10,242 મળી કુલ રૂપિયા 19,098નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.