મોરબી : માળીયા મિયાણા શહેરમાં આવેલ સંઘના પંપ નજીક પોલીસે દરોડો પાડી આરોપી સલીમભાઈ અકબરભાઈ મોવરના મકાન પાછળ બાવળની કાટમાંથી બિયરના 10 ટીન અને વિદેશી દારૂની 180 મીલીની 20 બોટલ સહિત કુલ રૂપિયા 2710ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.