મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પાનેલી ગામની સીમમાં આવેલ હરખાભાઈ નાનજીભાઈ વઢરૂકિયાની વાડીમાં દરોડો પાડી વાડીની ઓરડીમાંથી આરોપી કૈલાશભાઈ પ્રવીણભાઈ અગેચણિયાના કબ્જામાંથી વિદેશી દારૂની 38 બોટલ તેમજ બિયર નંગ 26 મળી કુલ 23,490નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.