હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે મયુરનગર ગામે વાંટાવદર વિસ્તારમાં આરોપી જયદીપ દિનેશભાઇ ડાભીના રહેણાંકમાં દરોડો પાડતા રસોડામાં છુપાવેલ મેકડોવેલ નમ્બર વન બ્રાન્ડની 6 બોટલ, વિન્ટેજ બ્લ્યુ વ્હીસ્કીની 21 બોટલ, કાઉન્ટી કલબ વ્હીસ્કીના 77 ચપલા તેમજ કિંગ ફિસર બિયર ટીન નંગ 12 મળી કુલ રૂપિયા 17 હજારનો મુદ્દામાલ મળી આવતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.