સુપર કેરી વાહન સહિત 1.58 લાખનો મુદ્દામાલ જપ્તમોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના ફાટક પાસેથી પસાર થતી જીજે - 36 - વી - 9482 નંબરનું સુપર કેરી વાહન અટકાવી તલાશી લેતા આરોપી કલ્પેશ ઉર્ફે કમલેશ બાબુભાઇ ધોરકડીયા રહે.સુરવદર તા. હળવદ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની નવ બોટલ અને એક બિયર ટીન સહિત કુલ રૂપિયા 8975નો મુદામાલ મળી આવતા પોલીસે 1.50 લાખના વાહન સહિત કુલ રૂપિયા 1,58,975નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.