મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભડિયાદ નજીક સાયન્સ કોલેજ પાછળથી આરોપી હરેશ મનસુખભાઇ મકવાણા રહે.ગાંધી સોસાયટી, નજરબાગ રેલવે સ્ટેશન વાળાને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 2784 સાથે ઝડપી લીધો હતો, આરોપી હરેશે દારૂની આ બોટલ વિજય શિવાભાઈ મકવાણા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.