હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ એક શખ્સની શોધખોળ ચાલુ છે. ગત તા. 23ના રોજ સાપકડા ગામે આરોપી જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા સુખદેવસિંહ ઝાલા એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદે ભારતીય બનાવટના ઇંગલીશ દારૂ બોટલ નંગ 8 (કી.રૂ. 2400) તથા બીયર નંગ 44 (કી.રૂ. 14,400) મળી કુલ કી.રૂ. 16,800નો મુદામાલ રાખ્યો હતો. પોલીસે રેઇડ દરમ્યાન વિદેશી દારૂ કબ્જે કરી આરોપી જીગ્નેશસિંહની અટકાયત કરી છે. તેમજ પોલીસે આરોપી યુવરાજસિંહ ભરતસિંહ ઝાલાને પકડવા તજવીજ હાથ ધરી છે. આ બંને આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.