વાંકાનેર સીટી પોલીસની ટીમે દરોડો પાડીને બુટલેગરને દબોચી લીધો વાંકાનેર : વાંકાનેરની રાતીદેવડી ગામે પડતર જગ્યાએ છુપાવીને દારૂનું વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસની ટીમેં તે સ્થળે દરોડો પાડીને બુટલેગરને દબોચી લીધો હતો. વાંકાનેર સીટી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા પોલીસ સ્ટાફના એ.એસ.આઈ એચ.ટી.મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા અનાર્મ લોકરક્ષક પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઈ ભુરાભાઇ સોલંકી સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા અનાર્મ લોકરક્ષક પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને સંયુકત રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે વાંકાનેરના રાતીદેવળી ગામના ગોપાલભાઈ લધુભાઈ મદ્રેસાણીયા રાતીદેવળી સીમ માં આવેલ પોતાની વાડી-ખેતર ના શેઢા નજીક પડતર જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે અને તેમાંથી વેચાણ કરે છે. આ પ્રકારની બાતમી હકીકત મળેલ જેથી પોલીસ સ્ટાફના માણસોએ બાતમી હકીકતથી વાકેફ થઇ બાતમીવાળી જગ્યાએ તુરંત જ રેઈડ કરતા આરોપી ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયા ઉવ-૨૩ રહે. રાતીદેવળી તા વાંકાનેરને ભારતિય બનાવટ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ મી લીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૧૦૬ કી ૩૯૭૫૦ ના મુદામાલ સાથે મળી આવતા મુદામાલ સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીબિશન મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..