માળીયા : માળીયા મિયાણા પોલીસે નવાગામ થી મેઘપર જવાના રસ્તે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એકને ઝડપી લીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસે નવાગામ થી મેઘપર જવાના રસ્તે દરોડો પાડી અલ્લારખા અબ્દુલભાઇ જેડાને દેશી દારુ બનાવવાનો ગરમ આથો, ઠંડા આથો, દેશી દારૂ ભરેલ કેન તેમજ ભઠ્ઠીના સાધનોમાં એલ્યુમીનીયમનુ બકડીયુ, પાતળી નળી સહિત કુલ કિ.રૂ.1549ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.