મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર સોસાયટીમાં દરોડો પાડી આરોપી અતુલ દેવીસિંહ જાદવ ઉ.56 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 9 બોટલ કિંમત રૂપિયા 5450 તેમજ 30 પાઉચ કિંમત રૂપિયા 1500 મળી કુલ 6950ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.