મોરબી એસઓજી દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી એસઓજી ટીમ દ્વારા આમરણ નજીકથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડી આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા આમરણ નજીક દરોડો પાડી સબીરભાઈ અકબરભાઈ બુખારી નામના ઇસમને દેશી બનાવટની જામગરી બન્દુક કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.