વાંકાનેર : વાંકાનેર તાલુકામાં વરડુસર ગામની સીમમાંથી પોલીસે જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી રાજેશભાઇ છગનભાઇ સેટાણીયા ઉ.38 નામના શખ્સના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી રૂપિયા 3000ની કિંમતની હાથ બનાવટની મજલ લોડ સીંગલ બેરલ બંદુક (જામગરી) સાથે ઝડપી લીધો હતો. વધુમાં વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેર જામગરી બંદૂક રાખનાર આરોપી રાજેશ વિરુદ્ધ આર્મ્સ એકટ કલમ રપ(૧-બી)એ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..