મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તેથી એક ઇસમને હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે તાલુક્કા પોલીસ સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યા મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તેથી એક ઇસમ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે મળી આવતા આરોપી સકુરભાઇ જલાબદ્દીન કાજડીયાને જામગરી સાથે ઝડપી લઈ તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.