મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મહેન્દ્રનગર ગામના પાટિયા નજીકથી માળીયા તાલુકાના વાધારવા ગામના યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-માળીયા હાઇવે ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા નજીક શીવ કોમ્પ્લેક્ષ સામે રોડ ઉપર શંકાસ્પદ હિલચાલ કરી રહેલા આરોપી કુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા, રહે. વાધરવા તા.માળીયા વાળાને ઝડપી લઈ અંગ જડતી કરતા આરોપીના કબ્જામાથી રૂપિયા 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.